Message from Prof. (Dr.) H.A.Pandya,Hon.Vice-Chancellor


સર્વેને નૂતન વર્ષાભિનંદન,

સાદર નમસ્કાર,

મારી કારકિર્દીમાં છેલ્લા ૨૧ વર્ષથી પણ વધારે સમયથી મને મળેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ શૈક્ષણિક અને મહત્વપૂર્ણ વહીવટી જવાબદારીઓનું નિર્વહન કર્યું. ગુજરાત યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીથી લઈને કુલપતિ બનવા સુધીની સફર ખુબજ પ્રેરક, માર્ગદર્શક અને અનન્ય અનુભવ આપનાર રહી જે માટે હું સમગ્ર વ્યવસ્થાનો ઋણી છું. 

vcmsg

સાત દાયકાથી પણ વધારે સમયથી સમાજ જીવનના તમામ મહત્વપૂર્ણ પાસાઓમાં યોગદાન આપી આપણા દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવામાં પણ પાછીપાની ન કરનારા ગૌરવવંતા નાગરિકો આપવામાં અર્થાત તૈયાર કરવામાં ગુજરાત યુનિવર્સિટીનું સ્થાન મોખરાનું રહ્યું છે.

સમયની સાથે જરૂરી યોગ્ય પરિવર્તન અને અપેક્ષિત પ્રગતિકારક બાબતો સાથે તાદાત્મ્ય અને તાલમેલ મેળવી ઉપલબ્ધ સંસાધનો થકી દરેક વ્યવસ્થાપકો, અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓએ જેતે સમયની પરિસ્થિતિને ધ્યાને લઇને આપેલા યોગદાનથી આજે યુનિવર્સિટીની વૈશ્વિક નામના થઇ છે અને યુનિવર્સિટી કક્ષાએ સોહાર્દભર્યું વાતાવરણ જન્મ્યું છે.

Read More..